બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટતું નથી ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોને લઈને સરકાર માટે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા કુપોષિત ક્ષેત્રે કામગીરીમાં ફેરફારો જરૂર થયા છે. આમ છતાં કુપોષણનો મુદ્દો ઉભોને ઉભો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુપોષણ માટે વ્યાખ્યાઓ થોડી ઘણી બદલાઈ છે અને તેની કામગીરીમાં વધારો કરીને કુપોષિત બાળકોના અલગ અલગ સ્ટેપ પણ પાડવામાં આવ્યા છે. જેમાં કુપોષિત,અતિકુપોષિત સાથે ઘણું વધાર્યું છે જેને કુપોષિત કહેવામાં આવે છે. જાણો તમારા બાળકો કુપોષિત તો નથીને.
શહેર અને જિલ્લાની આંગણવાડીઓેમાં બાળકો કેટલા : ભાવનગર શહેરી વિસ્તારને ICDS વિભાગ અર્બનમાં ગણતરી કરે છે. ભાવનગર શહેરી વિસ્તારમાં કુલ મહાનગરપાલિકાની 316 આંગણવાડી આવેલી છે. જેમાં ઓક્ટો્બર 2023 મુજબ કુલ બાળકો 24,881 છે જેમાં સર્વે 24,829 ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં કુલ બાળકો 1,01,654 છે તેમાંથી ICDS વિભાગનો સર્વે 2023 મુજબ 1,00,984નો કરવામાં આવેલો છે. જો કે ભાવનગર શહેરમાં કુપોષિત બાળકોને પગલે આરોગ્ય વિભાગ પણ ફરજ બજાવી રહ્યું છે.
મનપા આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે કાર્યરત છે કુપોષિણને લઈને ઠીંગણાપણુ અને ઓછી ઊંચાઈ : ભાવનગર ICDS વિભાગે રજૂ કરેલા કોષ્ટક પ્રમાણે જોઈએ તો 2023 ઓક્ટોમ્બર સુધીમાં શહેરી વિસ્તારની આંગણવાડીમાં અતિઠીંગણા તેની ઉંમર કરતા હોય તેવા 3,175 બાળકો, જ્યારે જિલ્લાની 1591 આંગણવાડીમાં 17,267 અતિઠીંગણા નોંધાયેલા છે. જ્યારે શહેરી વિસ્તારમાં મધ્યમ ઠીંગણા 5205 અને જિલ્લામાં 20,626 બાળકો છે. જ્યારે ઠીંગણા પ્રકારે તેમાં કુલ શહેરમાં 16,449 અને જિલ્લામાં 63,091 બાળકો છે.
સેમ અને મેમ પદ્ધતિ વચ્ચે કુપોષિત અને અતિકુપોષિત :ભાવનગર શહેર અને જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને લઈને નવી પદ્ધતિથી પણ કામગીરી થઈ રહ્યું છે. આંગણવાડીમાં આવતા બાળકોના હવે હાથના બાજુઓને પણ તપાસવામાં આવે છે સાથે તેમના મસ્તકના માપને પણ માપવામાં આવે છે, તેમની ઊંચાઈ પ્રમાણે તેમનું વજન અને હાથના બાજુ ના હોય તો પણ કુપોષિત માનવામાં આવે છે. તેમાં સેમ અને મેમ બે કોષ્ટક અલગ ટાંકવામાં આવેલા છે તેમ આઈસીડીએસના અધિકારી શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું. જ્યારે કુપોષિત અને અતિ કુપોષિતની વાત કરવામાં આવે તો તેની વ્યાખ્યા પણ અન્ડરવેઇટ અને ઓવરવેઇટમાં ગણવામાં આવી છે, એટલે અતિ કુપોષિત શહેરી વિસ્તારમાં 316 આંગણવાડીમાં 1,096 બાળકો મળી આવ્યા છે, જ્યારે મધ્યમ કુપોષિત 4082 બાળકો મળી આવેલા છે. જ્યારે જિલ્લા કક્ષાએ જોઈએ તો અતિ કુપોષિત બાળકો 4,064 અને મધ્યમ કુપોષિત 15,531 બાળકો છે.
કુપોષણનો મુદ્દો ઉભોને ઉભો આંગણવાડીદીઠ કુપોષિત અતિકુપોષિત બાળક કેટલા : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા 316 આંગણવાડી આવેલી છે. જ્યારે જિલ્લામાં 1591 જેટલી આંગણવાડીઓ આવેલી છે.
અર્બન ભાવનગર વિસ્તારમાં 316 આંગણવાડી છે જેમાં અન્ડરવેઇટવાળા 1096 બાળકો છે. ત્યારે જિલ્લા પંચાયતમાં 1591 આંગણવાડી આવેલી છે, જેમાં 4064 બાળકો અન્ડરવેઇટ એટલે કે કુપોષિત છે. દરેક આંગણવાડી દીઠ એકથી બે બાળકો છે. જો કે આ સાથે ઠીંગણાપણું પણ તેનો એક ભાગ છે. ઉમર પ્રમાણે વજન ન હોય તો તેને લઈને બાળકો પર ધ્યાન આપવામાં આવે છે. આમ ઊંચાઈ પ્રમાણે વજન ન હોવાથી તેને પણ કુપોષિત ગણવામાં આવી રહ્યા છે...શારદાબેન દેસાઈ ( ICDS અધિકારી, ભાવનગર મનપા)
કુપોષિણ ઘટાડવા આરોગ્ય વિભાગ પણ કાર્યરત : ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની 316 આંગણવાડીમાં પણ ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે એપ્રિલ,મે, જૂન સુધી 2023માં અતિ કુપોષિત બાળકોની સંખ્યા 354 સામે આવેલી છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા પોતાના ક્રાઇટેરિયા પ્રમાણે તપાસ કરવામાં આવતી હોય છે. બાળકને બે કલાક ભૂખ્યું રાખવાનું અને નક્કી કરેલું ભોજન આપવાનું હોય છે. એ નક્કી કરેલું ભોજન જો તે આરોગી શકે નહીં તો તેને આગળ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે એનઆરસીમાં એટલે કે ન્યુટ્રીશન રીહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં બાળકની સાથે તેની માતા રહે છે અને તેમાં બાળક ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે. આ સાથે સરકાર તરફથી 2800 રૂપિયા પણ તેની માતાને અપાય છે તે રીતે જિલ્લામાં પણ કામગીરી થાય છે.
- Surat News : સુરત મનપા સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષ દરમિયાન 18,659 બાળકોમાંથી 2926 કુપોષિત બાળકો જન્મ્યાં
- Crisis of Child Malnutrition: બાળકોમાં કુપોષણ એક વિકટ સમસ્યા, સરકારે કમર કસવી પડશે