ગુજરાત

gujarat

ETV Bharat / state

એક નહિ બે નહિ પણ એક સાથે 108 બાળ કૃષ્ણએ આપ્યા દર્શન

ભાવનગર શહેરમાં જન્માષ્ટમીની અનેક ઉજવણીઓ કરવામાં આવી છે. ભાવનગરના ઓમ સેવા ધામ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં એક નહિ બે નહિ પણ 100 કરતા વધુ બાળકો વેશભૂષામાં જોવા મળ્યા હતા. આ બાળકોએ નાટક કરીને કૃષ્ણ અવતારની કેટલીક પળો રજૂ કરી હતી. bhavnagar janmastami celebration fency dress competition

એક નહિ બે નહિ 108 વેશભૂષામાં કૃષ્ણ બનેલા બાળકોનું નાટક
એક નહિ બે નહિ 108 વેશભૂષામાં કૃષ્ણ બનેલા બાળકોનું નાટક

By

Published : Aug 21, 2022, 1:05 PM IST

ભાવનગરઃશહેરમાં જન્માષ્ટમીના બીજા દિવસે કૃષ્ણ અલગ અલગ રૂપો માટે ઓમ સેવા ધામ સંસ્થાએ કાર્યક્રમનું આયોજન (bhavnagar janmastami celebration fency dress competition) કર્યું હતું. ભગવાન કૃષ્ણના અલગ અલગ રૂપ એટલે વેશભૂષા સાથે કૃષ્ણ બનાવેલા બાળકો એક સાથે જોવા મળ્યા હતા.

એક નહિ બે નહિ 108 વેશભૂષામાં કૃષ્ણ બનેલા બાળકોનું નાટક

આ પણ વાંચોઃઆખરે IITની વિદ્યાર્થિનીના મોતમાં પોલીસે સેલ ફોનની તપાસ શરુ કરી

108 કૃષ્ણ વેશભૂષામાં બાળકોઃજન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી. મેઘાણી ઓડિટોરિયમ ખાતે "વડીલોના જન જનમાં કૃષ્ણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પૂજ્ય શ્રી ગરીબરામદાસ બાપુની ઉપસ્થિતિમાં 108 કૃષ્ણ ભગવાનના વેશભૂષામાં આવેલ બાળકોની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃમંદિરમાં આરતી કરતા પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા

શ્રી કૃષ્ણ એટલે પરમાર્થથી અને સેવા, દાન, પુણ્ય છે. કોઈ જીવને પીડા આપવી મોટું પાપ હોવાનું ગરીબરામદાસ બાપુએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 ના બદલે 125 બાળકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા કૃષ્ણ લીલા અને કૃષ્ણ અવતારના દ્રશ્યોની પ્રતિકૃતિ નાટક દ્વારા રજૂ કરી હતી. બાળકોની કળા અને 125 અલગ અલગ કૃષ્ણ બનેલા બાળકોમાં ભગવાન કૃષ્ણના અલગ અલગ પ્રકાર જોવા મળતા હતા. શ્રેષ્ઠ કૃષ્ણ વેશભષામાં ત્રણ બાળકોને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details