ભાવનગરઃ શહેરની નજીકના સીદસર વિસ્તારની સોસાયટીઓને મનપામાં 2015માં ભેળવામાં આવ્યા બાદ, આજ દિન સુધી કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી, આમ છતાં પણ મનપા દ્વારા 2015થી અત્યાર સુધીના મસમોટા વેરા બિલ ફટકારતા સ્થાનિકો આક્રમક બન્યા છે. શુક્રવારે મનપા કચેરી ખાતે રજૂઆત કરવા ગયા બાદ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
ભાવનગરમાં ભળેલા નવા ગામોની સોસાયટીમાં પાણીના બિલને પગલે વિરોધ - સીદસર
ભાવનગર મનપામાં ભળેલા નવા ગામોની સોસાયટીઓને પાણીની ઔપચારિક લાઈન આપી દેવાઈ છે. શહેરની નજીકના સીદસર વિસ્તારની સોસાયટીઓને મનપામાં 2015માં ભેળવામાં આવ્યા બાદ, આજ દિન સુધી કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી, આમ છતાં પણ મનપા દ્વારા 2015થી અત્યાર સુધીના મસમોટા વેરા બિલ ફટકારતા સ્થાનિકો આક્રમક બન્યા છે. શુક્રવારે મનપા કચેરી ખાતે રજૂઆત કરવા ગયા બાદ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015માં શહેરનું નવું સીમાંકન કર્યા, બાદ ચાર ગામોને મનપામાં ભેળવી દેવામાં આવ્યા છે, જેમાં સીદસર, રૂવા, અકવાડા અને નારી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, જે તે સમયે મનપાના પદાધિકારીઓ દ્વારા લોકોને કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી મનપા દ્વારા તમામ સુવિધાઓ આપવામાં નહિ આવે, ત્યાં સુધી કોઇપણ પ્રકારના વેરા નહીં વસુલવામાં આવે, જોકે, મનપા દ્વારા સીદસર વિસ્તારની હીલપાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને 2 તેમજ હિલસન 1 અને 2ના રહીશોને પાણી, ગટર, રોડ રસ્તા સહિતની સુવિધાઓ હજૂ મળી નથી. છેક 2015થી અત્યાર સુધીના ચાર વર્ષના મસમોટા વેરાબીલ ફટકારી દેવામાં આવ્યા છે. જોકે, તેને લઈને આ તમામ સોસાયટી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
શુક્રવારે રજૂઆત કરવા માટે મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા, અને ત્યાં જ ધરણા પર બેસી જતા તંત્ર મુંજાઈ ગયું હતું. જોકે, કમિશનરે તેમની રજૂઆત સાંભળી હતી, પરંતુ પ્રજાના પ્રતિનિધિ પીએમની મુલાકાતે હોય તેમને મળ્યા ન હતા. જોકે, સ્થાનિક આગેવનોએ ચિમકી ઉચ્ચરી હતી કે, જો તેમના વેરા માફ કરવામાં નહિ આવે તો તેઓ આગામી સમયમાં ઉપવાસ સાહિતના ઉગ્ર વિરોધ કર્યક્રમો કરશે.