ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવવાની પોલીસની કડક સૂચના

શહેરમાં પોલીસ તંત્રએ ખુલ્લી દુકાનો પર આવતા ગ્રાહકો વચ્ચે અંતર બન્યું રહે અને સંક્રમણ થાય નહીં માટે દુકાનો પર ચિહ્નો બનાવવામાં આવ્યા છે. એક મિટરના અંતર વાળા ચિહ્નો પર ઉભા રહેવાનું અને પછી તુરંત વસ્તુ લઈને ઘરે જવા રવાના થવાનું તેવા આદેશ આપવા દુકાનદારોને પોલીસે સૂચન કર્યું છે. અમલવારી નહીં કરનાર સામે કડક કાર્યવાહી થવાની પોલીસે કડક ભાષામાં સમજણ આપી છે

લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવાની પોલીસની કડક સૂચના
લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવાની પોલીસની કડક સૂચના

By

Published : Mar 25, 2020, 7:03 PM IST

ભાવનગરઃ શહેરમાં કોરોનાને કારણે લોકડાઉન છે, પણ જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી છે, ત્યારે ખુલ્લી રહેલી દુકાનો પર સુરક્ષાના ભાગ રૂપે પોલીસે હવે એક મીટરનું અંતર આવનારા ગ્રાહકમાં રહે માટે ચિહ્નો બનાવ્યા છે જેનું ચુસ્ત પાલન કરવા આદેશ કરાયો છે. ભાવનગરમાં આવેલી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે.

લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવાની પોલીસની કડક સૂચના

ભાવનગર પોલીસ તંત્ર સહિત જે જીવન જરૂરિયાતની દુકાનો છે. તેને ચિહ્નો બનાવી દેવામાં આવ્યા છે, એક મીટરનું અંતર બે વ્યક્તિ માટે રહે માટે દુકાન બહાર ચિહ્નો કરીને દુકાનદારને ગ્રાહકો અંતર રાખે તેવી સલાહ આપવામાં આવી છે.

લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવાની પોલીસની કડક સૂચના

નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ચિરોડી કે સફેદ પાવડરથી ચિહ્નો બનાવવામાં આવ્યા છે. જેથી કરીને ભીડ થાય નહિ અને સંક્રમણ થતું અટકાવી શકાય.

લોકડાઉનમાં ખુલ્લી દુકાનો પર રાખવું પડશે અંતર, ચિહ્નો બનાવાની પોલીસની કડક સૂચના

ABOUT THE AUTHOR

...view details