ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી - ભાવનગરમાં કોંગ્રેસનો વિરોધ

ભાવનગર શહેરમાં ફ્લાય ઓવરબ્રિજ પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના RTO સર્કલ ખાતે હવન યજ્ઞ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે બાદમાં દરેકની અટકાયત કરી હતી, પરંતુ ફ્લાય ઓવરને પગલે સમસ્યાઓ રોજે રોજની કેવી તે જાણો.

Bhavnagar News : ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
Bhavnagar News : ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી

By

Published : Jul 14, 2023, 5:47 PM IST

ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો

ભાવનગર : શહેરમાં પહેલો બનતા ફલાય ઓવરની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે, ત્યારે વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસે RTO સર્કલમાં હવન યજ્ઞ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. જાહેરમાં કોંગ્રેસે હવન કર્યો અને બાદમાં પોલીસ દ્વારા દરેકની અટકાયત કરી લેવામાં આવી હતી, પરંતુ ફલાય ઓવરને પગલે સમસ્યાઓ શું આ પણ મોટો મુદ્દો છે? જાણવા મળી રહ્યું છે કે, લોકોને રસ્તો બદલવો પડે છે.

ત્રણ વર્ષે ફ્લાય ઓવરની સમસ્યા દેખાઈ :ભાવનગર શહેરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો પહેલો ફલાય ઓવર બની રહ્યો છે. જેને પગલે ટ્રાફિક સર્જાતી સમસ્યાને પગલે લોકો હાલાકી ભોગવતા હોવાથી કોંગ્રેસે વિપક્ષ તરીકે ભૂમિકા ભજવીને RTO સર્કલ ખાતે હવન યજ્ઞનો કાર્યક્રમ રાખ્યો હતો. કોંગ્રેસે હવન યજ્ઞ કરતા પોલીસ દ્વારા અંતે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી.

ભાવનગરમાં ફ્લાય ઓવર બને અમને કોઈ વાંધો નથી ખૂબ સારું કહેવાય પણ સાડા ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટરને બે વખત સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. તેને કોઈ નોટિસ આપવામાં આવતી નથી. છતાં હજુ 60 ટકા કામ પૂરું થયું છે, ત્યારે પ્રશ્ન એક જ છે કે આ શાસકોના સગા છે અથવા મલાઈ મળી છે એટલે કાંઈ કહેવામાં આવતું નથી. સવારથી સાંજ લોકો હેરાન પરેશાન આ રસ્તા પર થઈ જાય છે. - પ્રકાશ વાઘાણી (પ્રમુખ, શહેર કોંગ્રેસ)

ટ્રાફિકની સમસ્યા અને રસ્તાની સ્થિતિ શું :ભાવનગર શહેરના દેસાઈનગરથી ફ્લાય ઓવરની શરૂઆત થાય છે અને ત્યાંથી જ બાજુમાં બનાવેલા ડાઈવર્ઝન રોડનો પણ પ્રારંભ થાય છે, પરંતુ ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા બોરતળાવના નાકેથી લઈને શાસ્ત્રીનગર સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. કારણ એક માત્ર એટલું છે કે શાસ્ત્રીનગરથી સીધો આવતો રોડ બોરતળાવ પાસે આવતા રત્ન કલાકારોને કારણે રોડ ઓળંગવાને પગલે રેલવે ફાટક જેવી સ્થિતિ બની જાય છે. જેમ રેલવે ફાટક વારંવાર બંધ થાય અને ઉભું રહેવું પડે તે જ રીતે જેટલી વખત રત્ન કલાકારોનો ટોળું રોડ ઓળંગે તેટલી વખત વાહન ચાલકોને ઉભું રહેવું પડે છે. આ સાથે ડાયવર્ઝનનો રોડ પણ સાંકડો હોવાથી કોઈપણ એક વાહન પાર્ક કરી ઉભું રાખે એટલે પાછળ લાંબી લાઈનો થઈ જાય છે. તેને પગલે છેલ્લા ત્રણેક વર્ષોથી ભાવનગરવાસી હેરાન પરેશાન છે.

કમિશનરે ફ્લાય ઓવર મુદ્દે જવાબ :ભાવનગર ફ્લાય ઓવરને પગલે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ મુલાકાત લેવામાં આવતી રહી છે, ત્યારે હાલના કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ પોતાની ભૂમિકા ભજવે તે વાત બરોબર છે, પરંતુ ફ્લાવરને લઈને અમારી નજર છે અને આગામી 2024માં એપ્રિલ સુધીમાં થવાની પૂરી શક્યતાઓ છે.

  1. Youth Missing in Himachal Pradesh : મનાલીમાં ગુમ થયેલા ગુજરાતના 14 યુવાનો સલામત, શક્તિસિંહે કરી હતી રજૂઆત
  2. Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ
  3. Ahmedabad News : સાબરમતી આશ્રમે કોંગ્રેસનું મૌન પ્રદર્શન, 1 કિલો ટામેટા મુખ્યપ્રધાનને મોકલ્યા

ABOUT THE AUTHOR

...view details