સુરત બાદ સૌરાષ્ટ્ર કક્ષાએ હીરાના હબ ગણાતા ભાવનગરમાં હીરાને લઈને વારંવાર છેતરપિંડી અને નાણાં ચૂકવવાને લઇ પોલીસ ફરિયાદો નોંધાતી હોવાના બનાવો બનેછે. ત્યારે ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા માધવ રત્ન બિલ્ડિંગમાં એક વ્યક્તિએ મૂક-બધિર હોવાનું કહી હીરાની ઓફિસ ધરાવતા અને હીરા વ્યવસાય ક્ષેત્રે નામના ધરાવતા કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયાની ઓફિસમાં જઈ ફાળો લખાવાનું કહી ચોરી કરી હતી.
મૂક-બધિર હોવાની એક્ટિંગ કરી 15 લાખના હીરા લઈ ગઠિયો છૂમંતર - BHATT PRITI
ભાવનગર: શહેરમાં ગત મોડીરાત્રે હીરાની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થયો હતો. અજીબો-ગરીબ ઘટનામાં ફિલ્મી સ્ટાઈલે એક વ્યક્તિએ મૂક-બધિર હોવાની એક્ટિંગ કરી હીરાની ઓફિસમાં ચોરી કરી હતી. આ ઘટનાની મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
વેપારીના ટેબલ પર પડેલાહીરાનું પેકેટ અંદાજે 502 કેરેટ કિંમત રૂપિયા15 લાખની નજર ચૂકવીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના માધવ રત્ન કોમ્પ્લેકસના CCTVમાં કેદ થઈ હતી.હીરાના વેપારીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં બીજા ક્રમના અને સૌરાષ્ટ્ર કક્ષાએ હીરા ઉધોગનું હબ ગણાતા ભાવનગરમાં હીરાની ઉઠાંતરી અને વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વારંવાર વધ્યા છે. આ અંગે હીરા ઉદ્યોગના વેપારીઓએબનાવોને લઇ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારી એસોશિયેસનેઆ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા વિચારણા હાથ ધરી છે.