ભાવનગર શહેરમાં દારૂના થઈ રહેલા વેચાણને પગલે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસને મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસે મનપાના ડેપ્યુટી મેયરે ડીએસપીને દારૂ જાહેરમાં વેચાતો હોવાના પત્ર લખ્યો છે. જેને હાથો બનાવી કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરમાં દારૂના વેચાણ મુદ્દે વિરોધ બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત
ભાવનગરઃ કોંગ્રેસ દ્વારા સત્તારૂઢ ભાજપના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જાહેરમાં દારૂ વેચાતો હોવાના પત્રને આધારે ધરણા અને આવેદનનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે, ધરણાની મંજૂરી નહીં હોવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.
ભાવનગરમાં દારૂના મુદ્દે વિરોધ બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત
કોંગ્રેસે ધરણાંયોજવાની કોશિશ કરતા પોલીસે 35 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસએ કોંગ્રેસીઓની ટીંગટોળી કરીને બસમાં પૂર્યા હતા. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ મનપાના વિપક્ષના નેતા જયદીપસિંહ સહિત કોંગ્રેસીઓ વિરોધમાં જોડાયા હતા. જો કે, 2-4 લોકોને આવેદન આપવાની મંજૂરી આપ્યા બાદ તળાજાના ધારાસભ્ય કનુભાઈએ સીએમ અને જીતુભાઇ વાઘાણીના રાજીનામાની માંગ કરી હતી.