ભાવનગર : શહેરમાં મનપા સંચાલિત નગરપ્રાથમિક શાળાના બાળકોની સુરક્ષાને પગલે CCTV નાખવા 10 વર્ષથી મનપા બણગાં ફૂંકી રહી છે. ત્યારે મનપાની શિક્ષણ સમિતિએ પોતે શાળાઓના પટાંગણમાં જાતે CCTV નાખીને મનપાના સત્તાધીશોને મોં પર તમાચો માર્યો છે. મનપાની શાળાઓમાં વર્ગખંડમાં CCTV નાખવામાં નથી આવ્યા વિપક્ષે પ્રહાર કર્યો છે કે, દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી હોય અને સરકારી શાળાઓમાં રાત્રે અસામાજિક તત્વો પાર્ટીઓ કરતા હોય જેને લઈને ખુદ ભાજપના નગરસેવક ફરિયાદો કરે છતાં 10 વર્ષથી માત્ર વાતું આ શાસકો કરી રહ્યા છે.
ભાવનગરમાં શિક્ષણ સમિતિની શાળાઓના પટાંગણમાં CCTV મૂકાયાં, પણ વર્ગખંડો બાકી
ભાવનગર મનપાની શિક્ષણ સમિતિની શાળામાં CCTV પ્રોજેકટ હજુ કાગળ પર છે. શિક્ષણ સમિતિએ શાળાના પટાંગણમાં CCTV કેમેરા નાખી દીધા છે પણ વર્ગખંડ હજુ બાકી છે. ત્યારે મનપા હજુ બજેટમાં લઈને ફરી પોણા બે કરોડનો CCTV પ્રોજકટ કરશે તેવી વાતો કરી રહી છે. મનપાના મોં પર તમાચો લાગ્યા બાદ હજુ વર્ગખંડમાં CCTV નાખવા મનપા પ્રોજેકટ પ્રોજેકટ રમી રહી છે.
ભાવનગર મનપાની શિક્ષણ સમિતિની શાળામાં 48 બિલ્ડીંગ અને 55 શાળાઓ આવેલી છે. 48 બિલ્ડિંગમાં ચાલતી શાળામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને નામે 10 વર્ષથી વાતું કરવામાં આવી રહી છે. પણ સુરક્ષાને લઈને CCTV નાખવામાં આવતા નથી. આશરે પોણા બે કરોડના પ્રોજેકટને લઈને શાસકો પ્રોજેકટ પ્રોજકટ રમી રહ્યા છે. શાસકોને મોં પર તમાચો શિક્ષણ સમિતિ પટાંગણમાં CCTV નાખીને મારી ચુકી છે. છતાં હજુ શાસકો થઈ જશેના બણગાં ફૂંકી રહ્યા છે.
ભાવનગર મનપાની નબળી કામગીરી સામે આવી છે 10 વર્ષથી માત્ર વાતો કરતી મનપા અને તેના શાસકો બાળકોની સુરક્ષાને પગલે સવાલના ઘેરામાં આવી ગયા છે. બાળકોના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા વાતો કરનારા નેતાઓને નથી તે સાબિત થઈ ગયું છે. જો કે CCTV વર્ગખંડમાં નાખવાથી સ્પષ્ટ છે કે શિક્ષકોની વ્યવહાર નીતિ સામે આવે તેમ છે.