- 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઈ કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન
- કામદારોએ મુંડન કરાવી કર્યું વિરોધ પ્રદર્શન
- હાથરસની ઘટનાના આરોપીઓને કડક સજાની કરી માગ
ભાવનગરઃ જિલ્લાના સિહોર નગરપાલિકામાં 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઇ કામદારોને આજદિન સુધી અનેક રજૂઆતો બાદ પણ કાયમી ન કરતા મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કાયમી કરવા અને હાથરસની ઘટનાના આરોપીઓમાં ફાંસીની સજા મળે તેવી માગ સાથે નગરપાલિકા દ્વારા પ્રમુખને આવેદનપત્ર પાઠવી તેમજ રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.
સિહોર નગરપાલિકાના 100 કરતા વધુ સફાઈ કામદારોએ પોતાને કાયમી કરવાની માગ સાથે સિહોર નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. સિહોર નગરપાલિકા ખાતે 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા આ સફાઈ કામદારોને કાયમી કરવાની માગ અનેક વખત કરવામાં આવી છે.