ભાવનગર: નિસર્ગ વાવાઝોડાને પગલે ભાવનગરનું વાતાવરણ ચાર દિવસથી વાતાવરણ વાદળછાયું રહ્યું છે. ત્યારે બુધવારના રોજ પણ વાતાવરણમાં એટલી અસર જોવા મળી હતી કે, જિલ્લામાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
ભાવનગરમાં વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ, NDRF અને SDRF ની ટીમો તૈનાત
ભાવનગર જિલ્લામાં વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા તૈયારીઓ કરી રાખવામાં આવી છે. ગામડાઓ અને બંદરો પર એલર્ટ રાખવામાં આવ્યું છે.
ભાવનગર
મહુવાના કટપરમાં NDRFની ટીમ તહેનાત છે, તો ઘોઘામાં SDRF ટીમને તૈનાત કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.
Last Updated : Jun 3, 2020, 9:30 AM IST