- અન્ય દેશોની સરખામણી એ હોંગકોંગ કન્વેન્શન પધ્ધતિથી શીપ કટિંગની કામગીરીમાં અલંગ ઉદ્યોગનું પહેલું સ્થાન
- વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના 90 પ્લોટ અલંગમાં કન્વર્ઝશન થઇ ગયા
- અલંગ માં 15 થી 20 પ્લોટો કન્વર્ઝશનની પ્રોસેસમાં
ભાવનગર : વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપ યાર્ડમાં છેલ્લા 40 વર્ષથી શીપ કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્યોગે અનેક તડકા-છાંયડાનો સામનો કરેલો છે. સમયાનુસાર શિપબ્રેકિંગ વ્યવસાયને પણ આધૂનિકિકરણના આભુષણ પહેરાવવાની માંગ થઇ રહી હતી. વર્ષ 2019માં ભારતીય સંસદે હોંગકોંગ કન્વેન્શન સ્વીકારી અને તેના અમલીકરણની શરૂઆત કરી હતી. હાલ સમગ્ર વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના 90 પ્લોટ અલંગમાં કન્વર્ઝશન થઇ ગયા છે ઉપરાંત 15 થી 20 પ્લોટો કન્વર્ઝશનની પ્રોસેસમાં છે.
અલંગમાં 90 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ
અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં વર્ષો જૂની પધ્ધતિથી શીપ કટિંગ નિયમો સાથે કરવામાં આવી રહ્યું હતું .વર્ષ 1997થી 2000 દરમિયાન અલંગમાં સૌથી વધુ અકસ્માતોથી મોત થવા લાગ્યા હતા, તેનાથી સમગ્ર અલંગ આખા વિશ્વમાં અલંગની ઈમેજ ખરડાતા નવા નીતિ નિયમો માટે બદલાવ કરવા જરૂરી જણાતા હોંગકોંગ કન્વેન્શન મુજબની શિપબ્રેકિંગ પ્રવૃત્તિ અંગેનો કાયદો ભારતમાં 2019માં સ્વીકારવામાં આવ્યો હતો પરંતુ તેના અગાઉ પણ અનેક પ્લોટ હોંગકોંગ કન્વેન્શનથી પણ આકરા યુરોપીયન યુનિયનની સમકક્ષના માપદંડ અપનાવી ચૂક્યા હતા અને સફળતાપૂર્વક કામપણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતના અલંગમાં 90 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના થઇ ચૂક્યા છે.