શહેરના વિકાસ માટે 1975માં જહાજ બનાવવા માટે આલ્કોક એશદાઉન કંપની સરકારે સ્થાપી હતી. સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી સરકારના સમયમાં તાળા લાગી ગયા છે. રોજગારી આપવાની વાત તો દૂર રહી, આ કંપની બંધ થવાથી જૂની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. બેરોજગાર બનવા પાછળ કર્મચારીઓએ સ્થાનિક નેતાઓનો વર્ગ વિગ્રહને જવાબદાર માને છે.
આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન ભાવનગરના જૂના બંદર પર આવેલી આલ્કોક એશડાઉન જહાજ બનાવતી કંપનીને છેલ્લા છ માસથી તાળા મારી દેવામાં આવ્યા છે. સબ કા સાથ સબ કા વિકાસની વાત કરતી આ સરકારના સમયમાં નવી જહાજ બનાવતી કંપનીઓ તો આવી નથી, પણ સરકારી કંપની હતી તેને પણ સ્થાનિક નેતાઓના વર્ગ વિગ્રહને પગલે તાળા મારી દેવામાં આવ્યા છે. 60 કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે. જે કારણે આ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓના આક્ષેપમાં સુરમાં સુર મેળવીને કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર રાગદ્રેશનો આક્ષેપ કર્યો છે.
આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન આલ્કોક એશડાઉન કમ્પની કોંગ્રેસની સરકારમાં શરૂ કરાઇ અને બાદમાં ભાજપનું આજે શાસન રાજ્ય અને કેન્દ્રમાં હોવા છતાં કમ્પનીનો વિકાસ કરવાને બદલે તાળા મારી દેવાયા છે. નેવીનો 660 કરોડનો પ્રોજેકટ હાથ પર છે તેમ છ જહાજ પૈકી એક જહાજ તૈયાર કરીને આપી દેવામાં આવ્યું છે અને અધૂરા 5 જહાજ કંપનીમાં ભંગાર બની ગયા છે સરકાર પેનલ્ટી આશરે 50 કરોડ ભોગવીને બંધ કરવા જઈ રહી છે. કેન્દ્રના હાથમાં સત્તા હોઈ જેને રાજ્ય સરકારને સોંપી દેવામાં આવી છતાં વિકાસની વાત કરતી ભાજપના 25 વર્ષના શાસનમાં કમ્પનીનો વિકાસ થયો નહિ પરંતુ પતન જરૂર થઈ ગયું છે
આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન મારી પ્રજાનું કલ્યાણ થજો આ વાક્ય ભાવનગરના રાજવી મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીનું હતું, પણ મારૂ કલ્યાણ થજો તેવી નેતાઓની નીતિ વચ્ચે આલ્કોક જેવી કંપનીનો ભોગ લેવાઈ ગયો છે. રોજગાર મેળવાની આશા એ આ સરકારને મત આપતી જનતા પાસેથી રોજગાર છીનવી બેરોજગાર બનાવ્યા છે.
આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન