હાલ ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ વધવાને કારણે ક્રાઈમ રેશિયો પણ વધી રહ્યો છે. જે બાબતને લઈ એક તરફ શિક્ષકના હાથમાં બાળકોનું ભવિષ્ય સોંપવામાં આવે છે તો બીજી બાજુ દેશમાં એવા પણ બનાવો બને છે જેને લઈને શિક્ષણની દુનિયાને શર્મસાર થવું પડે છે.
ભાવનગરની શાળામાંથી લંપટ શિક્ષકને પકડી વાલીએ શિક્ષકને કર્યો પોલીસ હવાલે ગુજરાતમાં રોજબરોજ કોઈને કોઈ ઘટનાઓ બને છે. જેના કારણે સામાન્ય માણસને આ ઘટનાનો ભોગ બનવું પડે છે. તે શિક્ષકના હાથમાં વાલીઓ તેમના બાળકોનું ભવિષ્ય સોંપતા હોય છે. કોઈ પણ શંકા વિના તેમના બાળકોને આગળ ધપાવવા મોકલતા હોય છે. ત્યારે વિકસિત કહેવાતા ભાવનગરમાં શિક્ષણ જગતને હચમચાવી દે તેવી ઘટના બની હતી.
ત્યારે ભાવનગર શહેરમાં આવેલ મામા કોઠા રોડ પર ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-7માં શિક્ષકોને શર્મસાર કરતી ઘટના બની હતી.
જેમાં અંબીકા કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો શિક્ષક દિશાંત મકવાણા છેલ્લા કેટલાક સમયથી શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતો હતો. તેમજ પોતાની હાલાકી અને વિકૃત માનસિકતા પ્રકાશિત કરતો હતો. જે અન્વયે શાળામાં 4 બાળાઓને રૂમમાં ગોંધી રાખી મોબાઈલમાં બિભત્સ ચિત્રો તેમજ બિભત્સ ફિલ્મો બતાવતા ડઘાયેલી બાળકીઓએ સઘળી હકીકત વાલીઓને કરી હતી.
જે ઘટના બાદ બધા જ વાલીગણ શાળાએ પહોચ્યા હતા. ત્યારબાદ શિક્ષકોએ શાળાએ પહોંચી શિક્ષક વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો. તેમજ પોલીસને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું.
ત્યારબાદ વાલીગણે હેવાન શિક્ષક વિરુદ્ધ C ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. જેના બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.