ટ્રકે કારને ટક્કર મારતા કારનો ખુર્દો થઇ ગયો હતો. ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરનો રહેવાસી બિંદેશ પટેલ,લલિત બારીયા અને અન્ય 2 યુવાનો કારમાં દહેજ ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અટાલી ગામ નજીકથી પસાર થતી ટ્રકે કારને ટકકર મારી હતી.
ભરૂચના દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,2 યુવાનોના મોત - Gujarati News
ભરુચઃ શહેરના દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 2 યુવાનોના મોત નીપજયા હતા.
ભરૂચ દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,૨ યુવાનોના મોત
જેમાં કારનો ખુર્દો વળી ગયો હતો અને ગંભીર ઈજાના પગલે કારમાં સવાર બિંદેશ પટેલ અને લલિત બારીયાના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે.2 યુવાનોના મોતથી તેઓના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.