વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી હતી. જો કે, ભાજપ પ્રમુખ સેવંતુ વસાવાના ઇશારે ગામના સરપંચ ગોરધન વસાવા અને આદિવાસી સમાજનાં આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા વાલિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સજ્જડ સમર્થન સાંપડ્યું હતું. આ એલાનમાં મોટાભાગના લોકો જોડાયા હતા. તેમજ દુકાનો બંધ રાખી હતી. આ બંધના એલાનને પગલે વાલિયા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ભરૂચમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાની ઘટનામાં બંધનું એલાન
ભરૂચ : વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાના મામલે ભાજપ પ્રમુખના ઇશારે ગામના સરપંચ અને આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ આદિવાસી સમાજના સમર્થનથી અપાયેલ બંધના એલાનમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો.
ભરૂચ
અત્રે મહત્વપૂર્ણ છે કે, વાલિયા સહિતના ટ્રાયબલ બેલ્ટ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીનો દબદબો છે. ત્યારે ભાજપ અને બીટીપી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બીટીપી સમર્થિત વાલિયા ગ્રામ પંચાયતમાં ભાજપના આગેવાનો વિકાસના કામમાં રોડા નાખી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપના પ્રમુખને માર મારવામાં આવતા વિવાદ ઉભો થયો હતો.
Last Updated : Dec 19, 2019, 9:56 PM IST