ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલી 6 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવનાર હોવાથી ભરૂચ નજીક પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ છે.. જેથી તંત્ર દ્વારા નદી કાંઠાના 20 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

ભરૂચમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી

By

Published : Aug 9, 2019, 5:28 AM IST

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકને પગલે ઈતિહાસમાં પ્રથમવાર ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. ડેમમાંથી નર્મદામાં 6 લાખ ક્યુસેક પાણી ઠલવાશે ત્યારે ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. ભરૂચ કલેક્ટર ક્ષિપ્રા અર્ગેએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવા પડતા પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ નદી કાંઠાના 20 ગામોને સાવચેત રહેવા સૂચના આપી હતી.

ભરૂચમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી

ABOUT THE AUTHOR

...view details