ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ: વેજલપુરમાં 2 માળનું મકાન ધરાશાયી, 6 લોકોનો આબાદ બચાવ - રેસ્કયુ

ભરુચ: જિલ્લાના વેજલપુરમાં 2 માળનું મકાન ધરાશાયી થતા મકાનના કાટમાળમાં 6 લોકો દબાયા હતા. તમામને રેસ્કયુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. તેથી જાનહાની ટળી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં 3 વર્ષની બાળકીએ 2 કલાક લટકતા રહીને મૃત્યુને હાથ તાળી આપી હતી.

વેજલપુરમાં 2 માળનું મકાન ધરાશાયી, 6 લોકો દબાયા

By

Published : Aug 2, 2019, 12:23 PM IST

છેલ્લા કેટલાક દિવસથી ભરુચમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત ગુરુવારની રાત્રીએ શહેરના વેજલપુરમાં 2 માળનું મકાન એકાએક ધરાશાયી થઈ ગયું હતું. જેમાં 6 લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ રેસ્કયુમાં 3 વર્ષની દિયાએ હિંમત દાખવી હતી. તેેણે બેથી અઢી કલાક તુટેલી દિવાલો વચ્ચે લટકીને જોઇને લોકોના હોંશ ઉડી ગયા હતા. ખરેખર દિયાએ મોતને હાથ તાળી આપી હતી.

વેજલપુરમાં 2 માળનું મકાન ધરાશાયી, 6 લોકો દબાયા

ઘટનાની જાણ થતાં જ ભરુચ નગર સેવા સદનના લશ્કરી કાફલો સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ 6 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી 4ને રાતે જ્યાં સુતા હતા તે જગ્યાના આધારે ફાયર બ્રિગેડે બચાવ્યા હતા. વધુમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details