ગુજરાત

gujarat

ETV Bharat / state

Firing in Lok Dayra in Ankleshwar : અંકલેશ્વરમાં લોક ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે રિવોલ્વરથી ફાયરિંગ - Firing in Lok Dayra in Ankleshwar

અંકલેશ્વરમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ડાયરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ ડાયરામાં ફાયરિંગ (Firing in Lok Dayra in Ankleshwar) કર્યાનો વિડીયો વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

Firing in Lok Dayra in Ankleshwar : અંકલેશ્વરમાં લોક ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે રિવોલ્વરથી ફાયરિંગ
Firing in Lok Dayra in Ankleshwar : અંકલેશ્વરમાં લોક ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે રિવોલ્વરથી ફાયરિંગ

By

Published : Feb 22, 2022, 7:27 AM IST

અંકલેશ્વર : અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલનમાં ડાયરો યોજાયો હતો. તે ડાયરા નોટોનો વરસાદ વચ્ચે પિસ્તોલથી 3 ફાયરિંગ થયું હતું. જે વિડીયો હાલ વાયરલ (Video of Firing in Lok Dayra goes Viral) થતાં રાજકીય ખળભળાટ મચાવી રહ્યો છે.

અંકલેશ્વરમાં લોક ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે રિવોલ્વરથી ફાયરિંગ

કાર્યક્રમમાં સી.આર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર

પાનેલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલન તેમજ શાકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર કિર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ અને દિલીપ પટેલ હતા. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, (CR Patil in Lok Dayra in Ankleshwar) સુરત અને ભરૂચ જિલ્લાના ભાજપ અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :લોક સાહિત્યકાર પિયુ ગઢવીએ ગીત દ્વારા ગુજરાત પોલીસને બિરદાવી...

વિક્રમ ભરવાડ નામના યુવાને ફાયરિંગ કર્યું

લોકોની હાજરી વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે રક્તતુલા પણ કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વિધાનસભા ઉપ દંડક ભરૂચ MLA દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિત લિંબાયત અને સુરતના ભાજપ પદાધિકારી અને આગેવાનો પણ હાજર હતા. રાતે યોજાયેલા લોક ડાયરામાં નોટોના વરસાદ વચ્ચે વિક્રમ ભરવાડ નામના યુવાને પિસ્તોલથી હવામાં 3 ફાયરિંગ કર્યું હતું. તેનો વિડીયો વાયરલ થતા હવે રાજકીય ખળભળાટ પણ શરૂ થઈ ગયો છે.

ફાયરિંગ પહેલા નેતાઓએ રજા લીધી હતી

ફાયરિંગ કરનાર આ યુવાનના BJP પ્રદેશ અધ્યક્ષ સાથે સોશિયલ મીડિયા (Firing in Lok Dayra in Ankleshwar) પર ફોટા પણ મુકેલા છે. ઘરોબો હોવાનું પણ હવે ચર્ચાઈ રહ્યું છે. જોકે ડાયરાના સમયે યુવકે ફાયરિંગ કર્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અન્ય MLA, MP અને ભાજપના પ્રમુખ નેતાઓ ઘટના પહેલા કાર્યક્રમમાંથી વિદાય લઈ લીધી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ હવે ડાયરામાં ફાયરિંગમાં શું ગુનો નોંધે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના કલેક્ટર કસુંબીના રંગે રંગાયા, જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details