ભરૂચ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી - તાલુકા પંચાયત
ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં પહેલી વાર 26 વર્ષે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતીએ ભાજપે સત્તા મેળવી છે તેમજ ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાના પ્રમુખ અને 9 તાલુકા પંચાયતના પ્રમુખની નિયુક્તી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને BTPનો વાઈટ વોસ થયો
ભરૂચ: જિલ્લાના ઈતિહાસમાં પહેલી વાર BJPએ ભરૂચ જિલ્લા પંચાયત સાથે 4 પાલિકા અને 9 તાલુકા પંચાયત કબ્જે કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને BTPનો વાઈટ વોસ થઈ ગયો હતો. ભાજપે જિલ્લાની તમામ 4 પાલિકા, અને 26 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં રેકોર્ડ બ્રેક બહુમતી હાંસલ કરી હતી સાથે જ 9 તાલુકા પંચાયત પૈકી 8માં ભાજપ બહુમતી સાથે આગળ રહ્યું હતું. નેત્રંગ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પેકી 8 BJP, 5 BTP અને 3 કોંગ્રેસને મળી હતી.