ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ પોલીસે પુરમાં ફસાયેલા 30 લોકોનું કર્યું રેસ્ક્યુ, જુઓ Video

ભરૂચ: પોલીસે પુરમાં ફસાયેલા 30 લોકોનો રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. ઝઘડિયાના જુના જરસાડ ગામે પુરના પાણીમાં ફસાયેલા લોકોની વ્હારે ભરૂચની રાજપારડી પોલીસ આવી હતી અને 30 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેઓના જીવ બચાવ્યા હતા. નર્મદા ડેમમાંથી પાણી છોડતા ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ભરૂચ પોલીસે પુરમાં ફસાયેલા 30 લોકોનો કર્યો રેસ્ક્યુ

By

Published : Sep 10, 2019, 10:55 PM IST

ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં હતા. જુના જરસાડ ગામે પણ પુરના પાણી ફરી વળતા રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઈ જયદીપસિંહ જાદવ અને પોલીસકર્મીઓ ગામમાં પહોંચ્યા હતા અને ધસમસતા પાણી વચ્ચે વૃદ્ધ અને બાળકો સહિત 30 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. પોલીસના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના વીડિયો સામે આવ્યો છે. પોલીસની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

ભરૂચ પોલીસે પુરમાં ફસાયેલા 30 લોકોનો કર્યો રેસ્ક્યુ

ABOUT THE AUTHOR

...view details