ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ, આયોજકો-ખેલૈયાઓ ચિંતાતુર

ભરુચ : નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ પણ નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ બેઠા છે. નવરાત્રી પહેલા ભરૂચ અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે.નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

etv bharat

By

Published : Sep 26, 2019, 12:25 PM IST

નવલા નોરતા અગાઉ ભરૂચ અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો આ તરફ માતાજીને વધાવવા મેઘરાજા પણ જાણે હરખઘેલા બન્યા છે. અને આકાશમાંથી હરખની હેલી વરસાવી રહ્યા છે.

નવરાત્રી પહેલા ભરૂચ અંકલેશ્વરમાં વરસાદી માહોલ

ભરૂચ અંકલેશ્વરના ગરબા ગ્રાઉન્ડમાં એક તરફ નવરાત્રીની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. તો બીજી તરફ વરસાદ વરસતા તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું હતું.ભરૂચમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા.આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details