ભરૂચઃ ધોળીકુઇ વિસ્તારની વિઘવા મહિલાનું ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ટીબીની બિમારીને કારણે મૃત્યુ થયું હતું. પતિના અવસાન બાદ મૃતક મનીષાબેન અને તેની પૂત્રી પ્રિન્સીનો એક માત્ર સહારો હતો. માત્ર ૩ વર્ષની કાવ્યા ઉર્ફે પ્રિન્સીએ પિતા ગુમાવ્યા બાદ માતાનો સહારો પણ ગુમાવતા પ્રિન્સી અનાથ બની હતી, જે બાદ તેના કાકાએ બાળકીના ઉછેરની જવાબદારી સ્વીકારી હતી. આ બાબત તંત્રના ધ્યાને આવતા તંત્ર દ્વારા બાળકીને રાજ્ય સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત સહાય કરવાનો નીર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચમાં માતાનાં મોત બાદ અનાથ બનેલી પ્રીન્સીની વ્હારે આવ્યું તંત્ર
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માતાનાં મોત બાદ અનાથ બનેલી પ્રીન્સી વ્હારે તંત્ર આવ્યુ છે અને રાજ્ય સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત બાળકીને સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ
જે અંતર્ગત બાળકીના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભરૂચ કલેકટર ડો. એમ.ડી.મોડીયાએ બાળકીની મુલાકાત પણ લીધી હતી. પાલક માતાપિતા યોજના અંતર્ગત પાલક માતા-પિતાને બાળકના ઉછેર અને શૈક્ષણિક વિકાસ માટે પ્રતિમાસ રૂ.૩૦૦૦/- લેખે ૧૮ વર્ષ સુધી સહાય આપવામાં આવશે.
Last Updated : Feb 24, 2020, 6:07 PM IST