ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો - માછીમારી

ભરૂચ: જિલ્લામાં આવેલા ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે નર્મદા નદી પસાર થાય છે. ત્યારે નર્મદા નદીમાં ખૂંટા મારવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ભરૂચ નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો

By

Published : Jul 27, 2019, 5:38 AM IST

ચોમાસાની સિઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરિયાના પાણીથી ઓછી ખારાસવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોઇ છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે અને ખૂબજ ઓછા જળાશયોમાં તે ઉપલબ્ધ થાય છે. જેથી પ્રતિબંધો અમલમાં હોવા છતાં પણ માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે.

જિલ્લામાં વિવિધ ગામોના કિનારા વિસ્તારમાં કેટલાક સ્થળે નદીનાં અંદરના ભાગમાં માછીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખૂંટા નાખવામાં આવે છે. ત્યારે ખૂંટા નાખવાને કારણે વચ્ચે લગાવેલ ખૂંટાઓમાં જાળો ફસાય જવાથી નુકશાન થવા ઉપરાંત હોડી પણ ઉધી વળી જવાની અને જાનહાનિ થવાની સંભાવના છે. જેથી તંત્ર દ્વારા આગામી ત્રણ મહિના માટે નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અત્રે મહત્વપૂર્ણ છે કે, નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધની માગ સાથે માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details