ભરૂચઃ જિલ્લાની ક્વીન ઓફ એન્જલ શાળા પર ફી બાબતે એન.એસ.યુ.આઈનાં કાર્યકરોએ હોબાળો મચાવી વિરોધ નોધાવ્યો હતો. લોકડાઉનના સમયમાં વેપાર રોજગાર બંધ હોવાના કારણે વાલીઓ પર આર્થિક ભારણ ન વધે એ માટે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને પરિપત્ર પાઠવી લોકડાઉનના સમયમાં ફી માટે દબાણ ન કરવા આદેશ આપ્યા હતા, આમ છતાં ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળા દ્વારા ફી માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઇના કાર્યકરોએ લગાવ્યો હતો.
ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળામાં ફી બાબતે NSUIનાં કાર્યકરોનો હોબાળો
ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળામાં ફી બાબતે એન.એસ.યુ.આઈનાં કાર્યકરોએ હોબાળો મચાવી વિરોધ નોધાવ્યો હતો. લોકડાઉનના સમયમાં વેપાર રોજગાર બંધ હોવાના કારણે વાલીઓ પર આર્થિક ભારણ ન વધે એ માટે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને પરિપત્ર પાઠવી લોકડાઉનના સમયમાં ફી માટે દબાણ ન કરવા આદેશ આપ્યા હતા, આમ છતાં ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળા દ્વારા ફી માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ એન.એસ. યુ. આઇના કાર્યકરોએ લગાવ્યો હતો.
એન.એસ.યુ.આઈ દ્વારા બુધવારે શાળાને તાળાબંધી કરવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી, જેને પગલે બુધવારે સવારે એન.એસ.યુ.આઈ નાં કાર્યકરો શાળા પર પહોચ્યા હતા અને હોબાળો મચાવતા શાળા સંચાલકો દોડી આવ્યા હતા. ત્યારે એન.એસ.યુ.આઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળા સંચાલકોએ જે વાલીઓ ફી ભરશે તેમના જ બાળકનું પરિણામ આપવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી, જે ગેરકાયદેસર છે. જો કે આ તરફ શાળા સંચાલકોએ તમામ આક્ષેપો ફગાવી દીધા હતા અને ફી માટે દબાણ ન કરવાનું આશ્વાસન આપતા તાળાબંધીનો કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો.