સમગ્ર ગુજરાતમાં 1 ઓક્ટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે અને ડીઝીટલ સ્ટેમ્પીંગનો અમલ કરાશે. આ સંદર્ભે ઈ-સ્ટેમ્પીંગ લાઈસન્સ મેળવવા પ્રોત્સાહન તેમજ સુચનો બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લાના સબ રજીસ્ટ્રાર બેંક અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓની એક બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરાશે બંધ - ભરૂચ જિલ્લો
ભરૂચઃ જિલ્લામાં 1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે. આ અંગે ભરૂચ કલેકટર એમ.ડી.મોડીયાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરાશે બંધ
આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2019થી સમગ્ર ગુજરાતમાં નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થવાનો છે, ત્યારે ઓનલાઈન ડિઝીટલ સ્ટેમ્પની સુવિધા ભરૂચ જિલ્લાની તમામ મામલદાર કચેરીઓ ઉપરાંત નિયત સહકારી બેંકો, નિયત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડર પાસે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. જેની જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓ સહિત જિલ્લાવાસીઓએ જાહેર નોંધ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી.