ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ પણ 6 ફૂટ ઉપર

ભરૂચ: નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટીથી હજુ પણ 6 ફૂટ ઉપર વહી રહી છે અને પુરની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદી ગાંડીતુર બની છે અને પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

etv bharat bharuch

By

Published : Sep 13, 2019, 12:48 PM IST

Updated : Sep 13, 2019, 1:25 PM IST

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 1થી 1.50 મીટર જ બાકી છે, ત્યારે ડેમના 23 દરવાજા ખોલી 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહી છે અને પાંચ દિવસથી ભરૂચમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જે હજુ પણ યથાવત છે.

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ પણ 6 ફૂટ ઉપર

નિચાણવાળા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે તો કાંઠા વિસ્તારના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટની આસપાસ સ્થિર થઈ છે, ત્યારે ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

Last Updated : Sep 13, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details