ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાનો મામલો, સાંસદ ખબર લેવા પહોંચ્યાં - crime

ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાના મામલામાં મહંત મનમોહનદાસે ઉચેડીયા ગામના 8 લોકો અને ટોળા સામે ધાડ અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોધાવી છે. ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર નજીક બુધવારના રોજ સવારના સમયે અજાણ્યા વાહનની અડફેટે ચાર મહિલાના મોત નીપજ્યાં હતાં. જેના પગલે લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું અને નજીકમાં આવેલ ગુમાનદેવ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી આ બાબતે મહંત મનમોહનદાસજીને નિશાન બનાવી માર માર્યો હતો. જેમાં મહંતને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાનો મામલો, સાંસદ ખબર લેવા પહોંચ્યાં
ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાનો મામલો, સાંસદ ખબર લેવા પહોંચ્યાં

By

Published : Oct 29, 2020, 6:46 PM IST

  • ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાનો મામલો
  • મહંત મનમોહનદાસે ઉચેડીયા ગામના 8 લોકો અને ટોળા સામે ધાડ અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી
  • અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હોઇ લોકોએ મહંતને માર્યો હતો માર

ભરૂચઃ આ બનાવ અંગે મહંત મનમોહનદાસજીએ ઉચેડીયા ગામના 8 લોકો સહિત ટોળા સામે ધાડ અને લૂંટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર લોકોના ટોળાએ તેમને માર મારવા ઉપરાંત તેમણે પહેરેલ સોનાની ચેઈન, રૂમમાંથી રૂપિયા 4.40 લાખ રોકડા અને ચાંદીની પાટ સહિત કુલ રૂપિયા 5.80 લાખની માલમત્તાની લૂંટ ચલાવી હતી. ઝઘડીયા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હોઇ લોકોએ મહંતને માર્યો હતો માર
  • વહીવટી તંત્રને આ ઘટનાના બાબતે જવાબદાર ઠેરવ્યું

આ તરફ સાંસદ મનસુખ વસાવા સહિતના અન્ય સંતો ઈજાગ્રસ્ત મહંત મનમોહનદાસજીના ખબર અંતર પૂછવા પણ પહોચ્યાં હતાં.આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, લોકોએ જૂની માથાકૂટને લઇ અકસ્માતની ઘટનાનો લાભ લઇ મહંતને માર માર્યો છે તેઓએ વહીવટી તંત્રને આ ઘટનાના બાબતે જવાબદાર ઠેરવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details