'મહા' વાવાઝોડું ગુજરાતને નુકસાન કરે તેવી સંભાવના છે. આલિયાબેટ પર કચ્છી સમાજના 100થી વધુ લોકો વસવાટ કરે છે. 'મહા' વાવાઝોડું 70 થી 80 KMની ગતિએ રાજ્ય પર ત્રાટકવાની સંભાવના છે. જેના પગલે તંત્ર દ્વારા આલિયાબેટ પર રહેતા લોકો અને પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
'મહા' વાવાઝોડું: ભરુચના આલિયાબેટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર - ભરુચ ન્યૂઝ
ભરૂચ: અરબી સુમુદ્રમાં 'મહા' વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતને નુકસાન થવાની સંભાવના છે. જેને લઇને 7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ગુજરાતને ટકરાવાની સંભાવના છે. ભરુચના હાંસોટ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આલિયા બેટ પર રહેતા 100થી વધુ લોકોને 'મહા' વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
maha
'મહા' વાવાઝોડાની અસરના પગલે ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને વાગરા તાલુકાના દરિયાઈ પટ્ટીના 40 ગામોને એલર્ટ પર કરાયા છે. કલેક્ટર એમ.ડી.મોડીયા દ્વારા બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી અંગે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.