અગાઉ વરસેલા વરસાદ બાદ એક સપ્તાહ સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે ફરી એકવાર લો પ્રેશર સર્જાતા ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જીલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ - Megharana batsman bat in Bharuch
ભરૂચઃ શહેર અને જીલ્લામાં મેઘરાજાની અંતિમ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. હાંસોટમાં 6.5 ઇંચ તો ભરૂચ અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ભરૂચ જીલ્લામાં વીતેલા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા મુજબ આમોદમાં 11 મી.મી., અંકલેશ્વરમાં 4.5 ઇંચ, ભરૂચમાં 4 ઇંચ, હાંસોટમાં 6.5 ઇંચ, જંબુસરમાં 7 મીમી, નેત્રંગમાં 17 મીમી વાગરામાં 2.5 ઇંચ, વાલિયામાં 17 મીમી અને ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોધાયો છે. ભરૂચ જીલ્લામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક સરેરાશ ૧૬૫ ટકા વરસાદ નોધાયો છે.