Khumansinh Vansiya Joins BJP : 'તેરે નામ સે શુરુ તેરે નામ પે ખતમ' જેવી વાંસિયાની રાજકીય સફર, દારુબંધી હટાવવાનું નિવેદન મંચ પરથી દોહરાવ્યું - ખુમાનસિંહ વાંસિયાની રાજકીય સફર
ગુજરાતમાંથી દંભી દારૂબંધી દૂર કરવા નિવેદન આપી ભારે ચર્ચામાં રહેનારા ભરૂચના ખુમાનસિંહ વાંસિયા (Khumansinh Vansiya Joins BJP ) ફરી ભાજપમાં જોડાઈ ગયાં છે. મૂળ ભાજપથી રાજકીય સફર (Bharuch Leader Khumansinh Vansiya) શરુ કરનારા વાંસિયા અનેક રાજકીય પાર્ટીઓમાં (Khumansinh Vansiya Political Journey) ભ્રમણ બાદ ભાજપમાં પુન: પ્રવેશ પામી ગયાં છે.
Khumansinh Vansiya Joins BJP : 'તેરે નામ સે શુરુ તેરે નામ પે ખતમ' જેવી વાંસિયાની રાજકીય સફર, દારુબંધી હટાવવાનું નિવેદન મંચ પરથી દોહરાવ્યું
By
Published : Jun 4, 2022, 5:16 PM IST
ગાંધીનગર - ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રે આગળ પડતા અને 5 વર્ષ પહેલાં ભાજપથી વિમુખ થયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા (Khumansinh Vansiya Joins BJP ) ફરી ભાજપ પરિવારમાં જોડાઇ કેસરિયો ધારણ કરી લીધો છે. જોકે 42 વર્ષની રાજકીય સફરમાં (Bharuch Leader Khumansinh Vansiya) ભાજપ, રાજપા, કોંગ્રેસ, ભાજપ, અપક્ષમાં ભ્રમણ કરી ફરી ભાજપામાં જોડાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વર્ષો બાદ ઘર અને પરિવાર (Khumansinh Vansiya Political Journey) વાપસી કરી છે અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો. અહીં તેમણે ફરી એકવાર દારુબંધી હટાવવાના તેમના નિવેદનને વ્યક્તિગત મત જણાવી દોહરાવ્યું હતું.
તેમણે ફરી એકવાર દારુબંધી હટાવવાના તેમના નિવેદનને વ્યક્તિગત મત જણાવી દોહરાવ્યું હતું.
રાજપા અને કોંગ્રેસમાં રહ્યાં હતાં વાંસિયા -ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમ ખાતેે વાંસિયાનો (Khumansinh Vansiya Joins BJP ) ભાજપમાં વિધિવત પુનઃપ્રવેશ કરાવ્યો હતો. ખુમાનસિંહ વાંસીયા ગુજરાત સરકારમાં શહેરીવિકાસ પ્રધાન રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓ રા.જ.પા.માં જોડાયા હતાં. જે બાદ કોંગ્રેસ અને ફરી પાછા ભાજપમાં વળ્યાં હતાં. વર્ષ 2017માં ગત વિધાનસભાની ચૂંટણી (Khumansinh Vansiya Political Journey) જંબુસર બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતાં અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમની અપક્ષ તરીકેની દાવેદારીના કારણે ભાજપને પણ મતોનું વિભાજન થતા આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ નિવેદનથી રહ્યાં હતાં ચર્ચામાં -ખુમાનસિંહ વાંસિયા (Khumansinh Vansiya Joins BJP ) અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ હર સિધ્ધિ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન છે. તો વિધવા મહિલાઓને હક્ક અપાવવા આંદોલન પણ કરી ચૂક્યા છે. તેઓએ ગુજરાતમાંથી દારૂબાંધી હટાવવાનું નિવેદન આપી વિવાદ પણ છેડ્યો હતો. જો કે હવે તેઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કયા નવા રાજકીય સમીકરણો રચાય છે.
ખુમાનસિંહ વાંસીયાની રાજકીય સફર
1980-82- મંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ
1983-90- મહામંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ
1990-96-પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ
1995-96- રાજ્યકક્ષાના મંત્રી,વન અને પર્યાવરણ વિભાગ