ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના ઇલાવ ગામમાં પણ રમાય છે IPL

ભરૂચના હાંસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ગામના જ યુવાનોની 10 ટીમો ભાગ લઈ રહી છે.

ઇલાવ પ્રીમિયર લીગ
ઇલાવ પ્રીમિયર લીગ

By

Published : Feb 3, 2021, 7:21 PM IST

  • ભરૂચના ઇલાવ ગામમાં પણ રમાય છે IPL
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ નહિ પંતુ ઇલાવ પ્રીમિયર લીગ
  • પી. એમ. મોદીનું ફિટ ઇન્ડિયાનું સ્વપન સાકાર કરવાનો હેતુ
    ઇલાવ પ્રીમિયર લીગ

ભરૂચ : કોરોના મહામારી વચ્ચે IPL ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન ભારતમાં થશે કે દુબઈમાં એ હજુ નક્કી નથી. પરંતુ, ભરૂચના છેવાડાના ઇલાવ ગામમાં IPL શરૂ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે પણ આ IPL એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ નહિ પરંતુ ઇલાવ પ્રીમીયર લીગ. ગામના યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે અને પી.એમ. નરેન્દ્ર મોદીનું ફિટ ઈન્ડિયાનું સ્વપન સાકાર થાય એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના જ યુવાનોની 10 ટીમ ભાગ લઈ રહી છે.

ઇલાવ પ્રીમિયર લીગ
ગામના આગેવાનોએ જ કરી ટીમ સ્પોન્સરIPLની જેમ જ ગામના આગેવાનો દ્વારા 10 ટીમોને સ્પોન્સર્સ કરવામાં આવી છે. ટીમના નામ પણ ઇલાવ લાયન, જેકી ઇલેવન, જલારામ ઇલેવન અને સી.કે.પટેલ વોરિયર્સ એ પ્રમાણે રાખવામા આવ્યા છે. 10 ઓવરની મેચમાં પ્રથમ લીગ મેચ અને ત્યારબાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ગામના આગેવાન એવા સી.કે. પટેલનું નિધન થતા તેમના સ્મર્ણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. જેમાં ગામના જ 100થી વધુ યુવાનો ખેલ પ્રતિભા દર્શાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details