ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત ગ્લુકોઝ બોટલની ડ્રિપ સાથે પોલીસ મથકે પહોંચ્યો

ભરૂચમાં મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ ગ્લુકોઝ બોટલની ડ્રિપ સાથે બે ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ બનાવમાં તોંસીફ પટેલને મહંમદ રબ્બાની યુનુસ મંજરે મોઢાના ભાગે ચપ્પુના ઘા મારી ઈજા પહોચાડી હતી.

bhruch
bhruch

By

Published : Mar 11, 2020, 4:27 PM IST

Updated : Mar 11, 2020, 4:45 PM IST

ભરૂચઃ શહેરની જંબુસર ચોકડી પર આવેલી ચાની લારી પર સિગરેટનાં ધુમાડા મુદ્દે બે શખ્શો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં તોંસીફ પટેલને મહંમદ રબ્બાની યુનુસ મંજરે મોઢાના ભાગે ચપ્પુના ઘા મારી ઈજા પહોચાડી હતી. ઈજાગ્રસ્ત તોંસીફ પટેલને સારવાર અર્થે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જો કે, હોસ્પિટલ સંચાલકોએ ઘટના બાબતની વર્ધી પોલીસ મથકમાં આપી ન હતી. આથી ઈજાગ્રસ્ત તોંસીફ પટેલ ગ્લુકોઝની બોટલની ડ્રીપ સાથે જ પોલીસ મથકમાં પહોચ્યો હતો અને ફરિયાદ આપી હતી.

ભરૂચમાં મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત ગ્લુકોઝ બોટલની ડ્રિપ સાથે પોલીસ મથકમાં પહોંચ્યો

તો બીજી તરફ, મહંમદ રબ્બાની યુનુસ મંજરને પણ ઈજા પહોચતા તેણે પણ તોસીફ પટેલ સામે ફરિયાદ નોધાવી છે.આ સમગ્ર વિવાદ બાબતે હોસ્પિટલ સંચાલકોએ દિલગીરી વ્યક્ત કરી રાત્રીના સમયે હોસ્પિટલમાં ભીડ વધુ હોવાના કારણે પોલીસ મથકમાં જાણ કરવાનું ચુકાઈ ગયું હોવાનો ખુલાસો આપ્યો હતો. હાલ, ભરૂચ શહેર B ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 11, 2020, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details