ભરૂચઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રશેરના પગલે નિસર્ગ વાવાઝોડું ઉત્પન્ન થયું છે. તે બુધવાર બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ એવી શક્યતાના છે. ખંભાતના અખાતમાં સમુદ્ર કિનારે આવેલા ભરૂચ ખાસ પ્રકારની ફિશ અને કેમિકલ હબ તરીકે ધમધમતું રહે છે, ત્યારે ખાસ સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દહેજ પોર્ટ સહીત દરિયા કાંઠાના ત્રણ તાલુકા વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના 40 ગામોને એલર્ટ કરાયા છે.
ભરૂચમાં સંભવિત ચક્રવાત નિસર્ગની ચેતવણીના પગલે ભાડભૂત બંદરે 300થી વધુ બોટ કિનારે લંગરાઈ
ભરૂચમાં સંભવિત ચક્રવાત નિસર્ગની ચેતવણીના પગલે ભાડભૂત બંદરે 300થી વધુ બોટ કિનારે લંગારવામાં આવી છે. 3 તાલુકાના 40 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ભરૂચનો નર્મદા નદી અને સમુદ્રનો સંગમ વિસ્તાર ફિશિંગ માટે અતિ મહત્વનો ગણાય છે. ભરૂચના કોસ્ટલ બેલ્ટના માછીમારો ભાડભૂત નજીક નર્મદા નદી અને દરિયાના ભેગા થતા પાણીમાં જ માછીમારી કરે છે. જો કે વાવાઝોડાની સંભાવિત અસરના પગલે 300 જેટલી બોટ ભાડભૂત બંદર પર લંગરી દેવામાં આવી છે. સાથે જ દહેજ બંદર પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ભરૂચ ખંભાતના અખાતમાં વાવઝોડાના રૂટથી અંતરિયાળ હોવાથી સીધી કે, ગંભીર અસર હેઠળ આવશે નહિ તેમ છતાં ઔદ્યોગિક અને ફિશિંગની દ્રષ્ટિએ અતિ સક્રિય વિસ્તારમાં તંત્ર ખાસ સાવચેતી વર્તી રહ્યું છે અને દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.