ભરૂચ: શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે પણ જીલ્લામાં વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 16, અંકલેશ્વરમાં 12 અને હાંસોટ, જંબુસરમાં કરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે જ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 765 પર પહોંચી છે. જે પૈકી 476 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. તો 16 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાં 273 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 765 થઈ
ભરૂચ જીલ્લામાં આજે કોરોના વાયરસના વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ શહેરમાં 16 કેસ, અંકલેશ્વરમાં 12 કેસ અને હાંસોટ, જંબુસરમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જીલ્લામાં આજે કોરોના વાયરસના વધુ 30 પોઝિટિવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 765 પર પહોંચી છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. ભરૂચ પંથકમાં કોરોનાના 240 કેસ તો અંકલેશ્વર પંથકમાં 195 કેસ નોંધાયા છે. ખાસ કરીને, બે મોટા શહેરો ભરૂચ તેમજ અંકલેશ્વર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. ભરૂચ જીલ્લામાં આજની તારીખે કોરોના વાયરસના કુલ 765 પોઝિટિવ કેસ નોધાયા છે. જે પૈકી 435 કેસ ભરૂચ અને અંકલેશ્વરમાં નોધાયા છે. એટલે એમ કહી શકાય કે, સમગ્ર જીલ્લાના 50 ટકાથી વધુ કેસ ભરૂચ અને અંકલેશ્વરમાં નોધાયા છે. ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં કોરોનાના 128 કેસ છે તો ગ્રામ્ય વિસ્તારમાં 112 કેસ મળી કુલ 240 કેસ નોધાયા છે. તો આ તરફ અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં 89 કેસ તો ગ્રામ્ય વિસ્તારમાં 106 કેસ મળી કુલ 195 કેસ નોધાયા છે. જંબુસર નગર પાલિકા વિસ્તારમાં કોરોનાના 36 કેસ તો ગ્રામ્ય વિસ્તારમાં 88 કેસ મળી કુલ 124 કેસ નોધાયા છે.