ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ભાંગણ પડ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે. જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત (Assembly Election 2022) પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.
આ પણ વાંચોજગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને દરબાર સાહિબ પહોંચ્યા કોંગ્રેસ કાર્યકર
25 વર્ષથી કોંગ્રેસ સાથે નાતો ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે. ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની (Leaders resigned from Congress) સત્તાવાર જાહેરાત કરી હતી.