ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના આદેશથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ OPD લેવાનું બંધ કરાયું છે. એટલે કે, ભરૂચ સિવિલ હોસ્પિટમાં હવે તમને સામાન્ય તાવ, શરદી ખાંસી અને ચામડીના રોગ સહિત સામાન્ય રોગની દવા નહીં મળે અને તબીબી પરિક્ષણ પણ કરવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી કેસને લેવામાં આવી રહ્યા છે, ત્યારે મંગળવારે સિવિલ હોસ્પિટલમાં દવા લેવા પહોંચેલા દર્દીઓ અટવાયા હતા. જેથી દર્દીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ OPD બંધ, સામાન્ય રોગના દર્દીઓ અટવાયા - કોરોના વાયરસની સારવાર
કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ OPD લેવાનું બંધ કરાયું છે, ત્યારે સામાન્ય રોગની દવા લેવા આવનારા દર્દીઓ અટવાયા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ OPD બંધ, સામાન્ય રોગના દર્દીઓ અટવાયા
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના વાઇરસની અસરના પગલે આઇસોલેશન વોર્ડ સહિતની કામગીરી ચાલી રહી છે, ત્યારે સિવિલમાં આવતા અન્ય દર્દીઓને ચેપ ન લાગે એ હેતુથી જનરલ OPD બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.