ભરૂચઃ શહેરના પશ્વિમ વિસ્તારમાં હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક દહેજ રેલ્વે લાઈનને અડીને ઝૂપડપટ્ટી આવેલી છે. જ્યાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડોધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10થી વધુ ઝૂપડા આગમાં બળીને ખાક થઇ ગયા હતા.
ભરૂચની એક ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ, ગરીબોની ઘરવખરી બળીને ખાક - news in Fire
ભરૂચના હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જેમાં શ્રમજીવીઓની ઘર વખરી બળીને ખાક થઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
ભરૂચ
આ બનાવની જાણ થતા જ ભરૂચ નગર સેવા સદનના બે ફાયર ફાયટર્સ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઝૂપડામાં રહેતા શ્રમજીવીઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની નહોતી થઈ, જો કે, ગરીબોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી.