ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીંદગી સાથે જાણે જંગ લડવો પડી રહ્યો છે. 15 દિવસ પહેલા નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવતા માંડવા અને ગોવાલી ગામની સીમમાં નદીના પાણી ફરી વળ્યા હતા. નર્મદાનું પૂર ઓસર્યું છે. પરંતુ આ ગામોની સીમમાંથી પાણી ન ઉતરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ઝઘડિયાના બે ગામોના ખેડૂતો પાક બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યાં છે!
ભરૂચઃ ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ખેતપેદાશો પાણીમાં ડૂબી હતી. જેને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.
jaghadiya
ગળાડૂબ પાણીમાં ખેડૂતોએ તેમની ખેત પેદાશોને કિનારા સુધી લાવી રહ્યાં છે. અહીં તેઓ જીવ જોખમમાં મુકી રહ્યાં છે. LNT અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ પ્લાઝા અને દીવાલ બનાવાતા પાણીનો નિકાલ ન થઇ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.