ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2020, 5:08 PM IST

ETV Bharat / state

કોરોના વાઈરસથી અંકલેશ્વરને બચાવવા ખેડૂતો ઉતર્યા મેદાને

અંકલેશ્વર શહેરમાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા ખેડૂતો મેદાનમાં આવ્યા છે. ખેડૂતો દ્વારા તેમના ટ્રેક્ટર અને દવાના પંપની મદદથી શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરી રહ્યા છે.

ો
કોરોના વાઈરસથી અંકલેશ્વરને બચાવવા ખેડુતો પણ મેદાનમાં

અંક્લેશ્વરઃ કોરોના વાઈરસ પરિસ્થિતિમાં અંકલેશ્વર શહેરને સેનેટાઈઝડ કરવા ખેડૂતો આગળ આવ્યા છે. કોરોના વાઈરસની ભયાવહ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે તંત્ર લોકોને સુરક્ષિત રાખવા કામે લાગ્યું છે. તો બીજી તરફ અંકલેશ્વરમાં ધરતીનો તાત પણ આ પરિસ્થિતિમાં શહેરીજનોને સુરક્ષિત રાખવા કામે લાગ્યો છે.

કોરોના વાઈરસથી અંકલેશ્વરને બચાવવા ખેડુતો પણ મેદાનમાં

અંકલેશ્વર શહેરમાં હાલ બીજા તબક્કાની સેનેટાઈઝ છંટકાવની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોએ સહયોગ આપ્યો છે. અંકલેશ્વરના છ ધરતીપુત્રોએ તેમના ટ્રેક્ટર અને ખેતરમાં દવાના છંટકાવ માટે ઉપયોગમાં લેવાતા સાધનો શહેરના વિવિધ સ્થળોએ મૂકી દીધા છે. અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગો દ્વારા તેઓને કેમિકલ આપી રહ્યા છે અને ખેડૂતો રોજ સવારે ટ્રેક્ટર લઇ શહેરમાં સેનેટાઈઝરની કામગીરી કરી રહ્યા છે. ધરતીનો તાત આમ તો ખેતરમાં કામગીરી કરતો જોવા મળે છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં તેઓ લોકોને સુરક્ષિત રાખવા ઉમદા કામગીરી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details