ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર: ફેક્ટરી માલિકના 20 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી ગઠિયો ફરાર - ચીલ ઝડપ

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલા સિલ્વર પ્લાઝા સ્થિત આંગડિયા પેઢીમાં મીઠા ફેક્ટરીના માલિક છૂટ્ટા રૂપિયા લેવા ગયા હતા. તે દરમિયાન મીઠા ફેક્ટરીના માલિકના રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થતાં ચકચાર મચી ગઈ છે. ચીલ ઝડપની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

etv bharat
etv bharat

By

Published : Mar 19, 2020, 5:24 PM IST

Updated : Mar 19, 2020, 6:41 PM IST

ભરૂચ: અંકલેશ્વરના આદેશ્વર ખાતે રહેતા અને રાજપીપળા ચોકડી પાસે મીઠાની ફેકટરી ચલાવતા અનોખી લાલ રતનલાલ જૈને કામદારોનો પગાર કરવાનો હતો. જેથી તેઓ પ્રતિન વિસ્તારમાં આવેલા સિલ્વર પ્લાઝા સ્થિત આંગડિયા પેઢીની ઓફિસમાં છૂટા પૈસા લેવા આવ્યા હતા. જેઓ બે કલાક આંગડિયા પેઢીમાં બેઠા બાદ પણ છૂટ્ટા રૂપિયા નહીં મળતા બહાર આવ્યા હતા અને પોતાની સ્વિફ્ટ કારમાં ચાલક હરેશ પટેલ સાથે બેઠા હતા.

મીઠાની ફેકટરીના માલિકના 20 લાખની ચીલ ઝડપ

કારની ખાલી સાઈડના ખુલ્લા દરવાજાનો લાભ ઉઠાવી ગઠિયો રૂપિયા 20 લાખ ભરેલ થેલી લઈ ફરાર થયો હતો. આ ચીલ ઝડપની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ચીલ ઝડપ અંગે અનોખીલાલ જૈને શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 19, 2020, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details