ભરૂચ: રાષ્ટ્રીય બેન્કોનું વિલિનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સંગઠનો દ્વારા હડતાલનું દેશવ્યાપી આહ્વાન કરાયું હતું. જેને પગલે શુક્રવારે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા. વિવિધ સંગઠનોની હડતાલના પગલે ભરૂચ જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્ક બંધ રહી હતી અને કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાષ્ટ્રીયકૃત બેન્કની 2 દિવસીય હડતાલમાં ભરૂચની વિવિધ બેન્કના કર્મચારીઓ જોડાયા
રાષ્ટ્રીયકૃત બેન્કની 2 દિવસીય હડતાલને ભરૂચમાં સમર્થન મળ્યું હતું. ભરૂચની વિવિધ બેન્કના કર્મચારીઓએ હડતાલમાં જોડાયને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી કરોડોનો વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.
રાષ્ટ્રીયકૃત બેન્કની 2 દિવસીય હડતાલમાં ભરૂચની વિવિધ બેન્કના કર્મચારીઓ જોડાયા
ઉલ્લેખનીય છે કે, બેન્ક કર્મચારીઓ પગારમાં વધારો, પેન્શન યોજના, એન.પી.એની વસુલાત અને નવી ભરતી કરવા સહિતની માગ સાથે હડતાલમાં જોડાયા હતા. રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહેતા ઉદ્યોગ નગરી ભરૂચમાં કરોડો રૂપિયાનો નાણાકિય વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.