અંકલેશ્વરની (નર્મદા ક્લીન ટેક કંપની) મેનેજમેન્ટ સામે પોતાના કેટલાક પડતર પ્રશ્નોની માંગણી સાથે કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 2 દિવસ પહેલા હડતાળ ઉપર બેઠા હતા. મેનેજમેન્ટ સમક્ષ અનેકવિધ રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ નિર્ણય ન લેતા અંતે કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળનું શાસ્ત્ર ઉગામવું પડ્યું હતું.
અંકલેશ્વરની N.C.T.L કંપનીનાં કર્મચારીઓ હળતાલ પર ,૩ કર્મચારીઓની તબિયત લથડી
ભરુચ: અંકલેશ્વરની N.C.T.L કંપનીનાં કર્મચારીઓની હડતાળનો મામલો યથાવત રહ્યો છે. N.C.T.L કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગ સાથે 135 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે પૈકી 3 કર્મચારીઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Ankleshwar N.C.T.L Company
2 દિવસ બાદ પણ મેનેજમેન્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યા ન હતા. હડતાળ ઉપર બેઠેલા 3 કર્મચારીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હડતાળ પર ઉતારેલા અંદાજે 135 કર્મચારીઓ પગાર વધારા સહિતની માગ કરી રહ્યા છે, ત્યારે કર્મચારીઓની હડતાળનો અંત ક્યારે આવે છે, તે જોવું રહ્યું...