અંકલેશ્વરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એક તરફ જ્યાં પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત જણાઈ રહી છે તો બીજી તરફ તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. અંકલેશ્વર શહેરમાં DYSP કચેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વરના સેલારવાડ નાનાકુભાર વાડમાં રહેતા મહંમદ ફારૂખ પટણી મકાન બંધ કરી કોઈક કામ અર્થે સુરત ગયા હતા.
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, 11 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર - robbery
અંકલેશ્વર: શહેરમાં Dysp કચેરીથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને રૂપિયા 11 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ GIDC વિસ્તારમાં આવેલ બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
અંકલેશ્વર
એ દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા અને બેડરૂમમાં મુકેલ પેટી પલંગમાંથી રૂપિયા 5.70 લાખના સોના ચાંદીનાં દાગીના તેમજ 6 લાખ રોકડ રકમ મળી રૂપિયા 11.70 લાખનાં માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજીતરફ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે એ જરૂરી છે.