લોકડાઉનના અમલ માટે ભરૂચમાં પોલીસનું ડ્રોન સર્વેલન્સ - ભરૂચ અંકલેશ્વર ખાતે
લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે ભરૂચ અંકલેશ્વર ખાતે પોલીસ તંત્ર દ્વારા ડ્રોનની મદદથી વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચઃ લોકડાઉન હોવા છતાં ઘણા લોકો પોતાના શેરી મહોલ્લામાં ટોળે વળીને ગપ્પા મારતા નજરે પડે છે, ત્યારે આવા તત્વો સામે કડક પગલા ભરવા માટે પોલીસ તંત્ર દ્વારા ડ્રોનની મદદ લેવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં વિવિધ સોસાયટી વિસ્તારમાં પોલીસે ડ્રોન સર્વેલન્સની કામગીરી કરી હતી અને જે લોકો બહાર ભટકતા જોવા મળ્યા હતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી બતાવી હતી. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો શેરી મહોલ્લા અને સોસાયટીના અંદરના રસ્તાઓ પર ભેગા થતા હોય છે, ત્યારે આવા લોકો પર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે.