ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોના દહેશતઃ 40 વ્યક્તિને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું

વિદેશપ્રવાસેથી પરત આવેલાં 40 લોકોને ભરુચ વહીવટીતંત્ર દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખ્યાં હતાં. જોકે તેમનામાં કોરોના વાયરસ ન જણાતાં તેમને ઘરમાં જ રહેવા અને 14 દિવસ સુધી બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું હતું.

ભરૂચમાં કોરોના દહેશતઃ 40 વ્યક્તિને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું
ભરૂચમાં કોરોના દહેશતઃ 40 વ્યક્તિને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું

By

Published : Mar 14, 2020, 3:04 PM IST

ભરુચઃ ભરૂચમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે તંત્ર દ્વારા 40 જેટલા લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું કરવામાં આવ્યું છે. વિદેશ પ્રવાસથી પરત આવેલાં ૪૦ જેટલા લોકો આરોગ્યવિભાગના સંપર્કમાં પણ છે.

ભરૂચમાં કોરોના દહેશત
આમાંથી 27 જેટલાં લોકોને 14 દિવસના ઓબ્ઝર્વેશન દરમિયાન કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ આ રોગે બે લોકોનો ભોગ લઈ લીધો છે. ત્યારે તંત્ર દ્વારા વિદેશ પ્રવાસેથી આવેલા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

ભરૂચમાં હાલ ૪૦ લોકો વિદેશ પ્રવાસથી આવ્યાં હતાં જેઓને તંત્ર દ્વારા તેઓના ઘેર જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે અને તેઓને 14 દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં ન આવવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 27 જેટલા લોકો એવા છે, જેઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થઇ ગયું છે. તેઓમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો ન દેખાતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details