ભરૂચઃ જિલ્લાના જંબુસરમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકા મથકે સંવાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે જંબુસરમાં પણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો - જંબુસરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
જંબુસર ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના ધારાસભ્યોની નારાજગી મામલે પરેશ ધાનાણીએ નારાજ નેતાઓને સિસ્ટમ સામેની લડતમાં કોંગ્રસમાં જોડવા આમંત્રણ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસના આગેવાન સંદીપ માગરોલા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરેશ ધાનાણીએ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને વિસ્તારના પ્રશ્નો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હાલ રાજ્યમાં ભાજપના નેતાઓની નારાજગીનો મામલો ગરમાયો છે, ત્યારે આ અંગે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને સરકારી કચેરીઓમાં કામ કઢાવવા ભાજપનો ખેસ ધારણ કરનાર લોકોએ પણ હવે કોંગ્રેસની મદદ લેવી પડી રહી છે. તેઓએ નારાજ નેતાઓને સિસ્ટમ સામેની લડતમાં કોંગ્રસમાં જોડવા આમંત્રણ પણ આપી દીધું હતું.