ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેજમાં 11,000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડિસેલિનેશન પ્લાન્ટનું શનિવારે CM રૂપાણીના હસ્તે ભૂમિપૂજન

ભરૂચ: ઓદ્યોગિક હબ દહેજમાં 11,000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડિસેલિનેશન પ્લાન્ટનું CM વિજય રૂપાણીના હસ્તે શનિવારે ભૂમિપૂજન કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં પ્લાન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે.

CM
ઓદ્યોગિક હબ દહેજમાં 11000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડિસેલીશન પ્લાન્ટનું CM વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન

By

Published : Nov 28, 2019, 5:58 PM IST

ઓદ્યોગિક હબ દહેજમાં 11000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડિસેલિનેશન પ્લાન્ટનું CM વિજય રૂપાણીના હસ્તે શનિવારે ભૂમિપૂજન કરવામાં આવશે. ઓદ્યોગિક હબ દહેજમાં રાજ્ય સરકાર દ્વારા ડિસેલિનેશન પ્લાન્ટનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે. જેનું 30 નવેમ્બરને શનિવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્લાન્ટને વર્ષ 2022 સુધીમાં કાર્યાન્વિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્લાન્ટ શરુ થઇ જતા દહેજના ઉદ્યોગોમાં નવા પ્રાણ ફૂંકાશે. દહેજ ખાતે હાલ પાણીની જરૂરીયાત 100 મિલિયન ગેલન પ્રતિ દિવસની છે. જે વર્ષ 2025 સુધીમાં 350 મિલિયન ગેલન પર ડેની થઇ જશે. આ જરૂરીયાતને પહોંચી વળવા ડિસેલિનેશન પ્લાન્ટનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. CMના કાર્યક્રમને લઇ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details