ગુજરાત

gujarat

By

Published : Mar 16, 2020, 1:02 PM IST

Updated : Mar 17, 2020, 10:34 AM IST

ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી પહેલા BTPના છોટુ વસાવા હોસ્પિટલમાં દાખલ, મતદાનને લઇને સસ્પેન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચુંટણી અગાઉ ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ઝઘડિયાથી ધારાસભ્ય છોટુ વસાવાને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હવે છોટુ વસાવા રાજ્યસભાની ચૂંટણીના દિવસે મતદાન કરવા જશે કે, નહીં તેના પર સસ્પેન્સ છે.

chhotu
રાજ્યસભા

ભરૂચ: ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

રાજ્યસભા ચૂંટણી પહેલા BTP ના છોટુ વસાવા હોસ્પિટલમાં દાખલ, મતદાનને લઇને સસ્પેન્સ

કોંગ્રેસમાંથી લીંમડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગઢડાના પ્રવીણ મારૂએ રાજીનામું આપ્યું છે. આ ધારાસભ્યોના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી કરી લીધો છે. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73થી 68 થયું છે.

ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાની તબિયત સારી ન હોવાના કારણે કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ વાતચીતમાં વસાવાએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી હશે તો જ તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા જશે.

ઉલ્લેખનીય છે કે, BTPના 2 ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા કોના પક્ષમાં મતદાન કરશે તે જોવાનું રહ્યું. જેને લઇને સસ્પેસન છે.

Last Updated : Mar 17, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details