ભરુચ : મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે જાણીતો બનેલો છે તે દક્ષિણ ગુજરાતના ભરૂચમાંથી પણ પસાર થઈ રહ્યો છે. ભરુચમાં ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન થોડું ઘોંચમાં પડેલું છે. અત્યારસુધીમાં જે જમીન સંપાદન થયું છે તેેમાં 1002 જેટલા પ્લોટ આવરી લેવામાં આવ્યાં છે. તેમ છતાં અહીં રીવાઇઝ જંત્રી પ્રમાણે પ્રતિ સ્કેવર મીટર જમીનનો ભાવ અન્ય જિલ્લાની સરખામણીમાં ખૂબ જ નીચો હોવાને લઇને પ્રોજેક્ટની ગતિ અટકી ગઇ છે. ભરૂચ જિલ્લાના દીવા અને ઉટીયાદરા આ બે ગામોમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ખેડૂતોએ અટકાવી દીધું છે.
ભરુચના ખેડૂતોનો વિરોધનો મોટો મુદ્દો :ભરુચના ખેડૂતોનો વિરોધનો મોટો મુદ્દો એ છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતોને જંત્રીનો ભાવ 125 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરનો છે. જ્યારે સુરત જિલ્લાની જંત્રીનો ભાવ પણ 125 પ્રતિ સ્ક્વેર મીટર હતી પરંતુ સુરતના ખેડૂતોની જંત્રીના ભાવને રિવાઇઝ કરીને 900 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર કરી આપવામાં આવ્યો છે. તેને પગલે અન્યાયની લાગણી અનુભવતાં ભરૂચ જિલ્લાના ખેડૂતોની માગ છે કે જે પ્રમાણે સુરત જિલ્લાના ખેડૂતોની જંત્રીના ભાવને રિવાઇઝ કરીને વળતર ચૂકવ્યું છે તેજ પ્રમાણે ભરૂચ જિલ્લાને ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ.
આ પણ વાંચો ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન
ભરૂચ જિલ્લામાં 1002 પ્લોટ સંપાદન :ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. તેેમાં ભરૂચ જિલ્લામાં 1002 પ્લોટ સંપાદન આવરી લેવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જંત્રી પ્રમાણે રૂપિયા ચૂકવવા માટે જાહેર કર્યું હતું. ભરૂચ જિલ્લાના જે ખેડૂતોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદ્િત કરવામાં આવી છે તેમાં જંત્રી કિંમતોને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોએ જંત્રીની કિંમતોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે.
ખેડૂતોએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી : ભરૂચ જિલ્લાના ખેડૂતોની જે જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સંપાદિત થઈ છે જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 125 રૂપિયાની જંત્રીના ભાવે વળતર આપવાનુ જાહેર કરેલ છે. જ્યારે સુરત નવસારી વલસાડ અને વાપીના ખેડૂતોની જંત્રીના ભાવને રિવાઇઝ કરીને વળતર ચૂકવેલ છે પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જંત્રીને રિવાઇઝ કરેલ નથી જેને લઈને ખેડૂતો દ્વારા સરકાર સામે નારાજગી દર્શાવીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને જંત્રીના ભાવોને રિવાઇઝ કરવાની માગ કરેલી છે.
આ પણ વાંચો અમદાવાદ: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર, 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં
પ્રતિ સ્કવેર મીટર 900 રુપિયા જોઇએ :બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન મુદ્દે ભરુચના ખેડૂતોનો વિરોધના આ મુદ્દાને ત્રણ વર્ષનો સમયગાળો વીતવા આવ્પૂયો છે પણ વાતને નીવેડો આવ્યો નથી. ખેડૂતોની માગણી માનવામાં આવી નથી. ભરુચ જિલ્લામાં જંત્રીના ભાવ 125 રૂપિયા લેખે ચુકવવાનો આદેશ કરેલો છે પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતોને જંત્રીને રિવાઇઝ કરીે 900 રુપિયાનો ભાવ જોઇએ છે. જો આ ભાવ ચૂકવાય તો ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારે છે. પણ જો તેમ નહીં થાય તો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને આગળ નહીં વધવા દેવાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
આ બે ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બંધ : ભરૂચ જિલ્લાના દીવા અને ઉટિયાદરા આ બે ગામોમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ખેડૂતો દ્વારા અટકાવી દેવામાં આવેલું છે. આ ગામના ખેડૂત દેવેન્દ્રસિંહે કહ્યું કે સુરત જિલ્લાની જંત્રી પ્રમાણે ભરુચ જિલ્લાની જંત્રી રિવાઇઝ કરીને 900 રુપિયા લેખે વળતર ચૂકવાય તો જ ભરૂચ જિલ્લાના ખેડૂતોની સંપાદન થયેલી જમીન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામ આગળ ચાલવા દઈશું. જ્યાં સુધી અમારી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ઉટિયાદરા અને દીવા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ નહીં કરવા દઈએ. હાલ આ બંને ગામોમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ બંધ પડેલું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોની જંત્રીને રિવાઇઝ કરીને 900 રુપિયા લેખે જમીનનું વળતર ચૂકવવામાં આવે તો અમે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારીશું.