ભરૂચ ગણેશ ચતુર્થીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે યુનિટી બ્લડ સેન્ટર અને એક હોટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ના હઝારેએ કેજરીવાલને લખેલા પત્ર સંદેભે ભાજપ પ્રદેશ અધ્યકક્ષે કેજરીવાલ પહેલેથી જ ગરબડ અને દેશ માટે(Anna Hazare on Kejriwal twitter )કાયમ ગરબડી કરતા જ રહેશેનું નિવેદન આપ્યું હતું.
લિકર પોલીસીને લગતી સમસ્યાઓદિલ્હીમાં એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના ગુરૂ અન્ના હઝારેએ પત્ર લખીને કહ્યું છે કે, તમે સ્વરાજ પુસ્તકમાં મોટી-મોટી વાતો લખી હતી. પરંતુ તમારા આચરણ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. આ સાથે અન્ના હઝારેએ લિકર પોલીસીને લગતી સમસ્યાઓ અંગે પણ સૂચનો આપ્યા છે.
આ પણ વાંચોઆપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું, ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી
ભ્રષ્ટાચાર સામે આંદોલનઅન્ના હજારેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તમે મુખ્યપ્રધાન બન્યા પછી પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂની નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે. અન્ના હજારેએ કહ્યું કે મહાત્મા ગાંધીના 'ગામ તરફ ચલો'ના વિચારથી પ્રેરિત થઈને મેં મારૂં જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું છે. છેલ્લા 47 વર્ષથી હું ગામના વિકાસ માટે કામ કરૂં છું અને ભ્રષ્ટાચાર સામે આંદોલન કરૂં છું.
આ પણ વાંચોAAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ
ખુરશીમાં ગરબડઅન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલને લખેલા પત્ર મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પટેલે નિવેદન(C R Patil attack on Kejriwal) આપ્યું હતું. જેમાં તેઓએ અન્ના હઝારેએ દિલ્હી મુખ્યમંત્રીને લખેલા પત્ર ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, જે પોતે ખુરશીમાં ગરબડ છે કહેતા હતા આજે તે અરવિંદ કેજરીવાલ પોતે જ એક ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડી કરતા રહેશે.